Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ગ્રાહકો સાથે મજાક : પેટ્રોલમાં ૧ પૈસો ઘટ્યો !

સવારે ૬૦ પૈસા ઘટ્યાની ઘોષણા સત્તાવાર થઇ હતી, પણ...

નવી દિલ્હી,તા.૩૦: યુપી- બિહાર ઉપરથી હજી પણ તોફાનનું સંકટ દુર નથી થયુ. હવામાન ખાતાએ યુપી, ગંગાટીક, પશ્ચિમી બંગાળ અને ઝારખંડમાં આંધી- તોફાની આશંકા દર્શાવી છે. હવામાન ખાતા મુજબ કાલે આ વિસ્તારો સીવાય ઉત્તરાખંડ, બિહાર અને ઓડીશામાં પણ તોફાનનો ખતરો છે. સોમવાર તથા મંગળવારે યુપી, બિહારમાં તોફાને મોટા પાયે નુકશાન વેર્યુ છે.

મે મહિનામાં આવેલ તોફાનોએ ઉત્તરભારત સહીત દેશના અનેક રાજયોને ઘમરોળી નાખ્યું હતુ. તેવામાં હવામાન ખાતાની આશંકા ફરી એકવાર લોકોની સુરક્ષાને લઈને ચિંતા ઉભી કરે છે. હવામાન ખાતાએ જણાવેલ પશ્ચિમી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લૂ અને ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. કોસ્ટલ કર્ણાટક, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શકયતા દર્શાવી છે.

બીજી તરફ દક્ષીણી- પશ્ચિમી ચોમાસુ પણ મંગળવારે કેરળ અને તામીલનાડુ પહોંચી ગયુ છે. હવામાન ખાતાએ થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરે છે. ગઈકાલે કેરળના મેંગલુરૂમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. દિલ્હીમાં પણ ધુળ ભરી આંધી સાથે હળવા વરસાદનું અનુમાન પણ હવામાન ખાતાએ કર્યુ છે. હવામાન ખાતાના અધીકારી મુજબ આકાશમાં આંશીક રૂપે વાદળ છવાયેલ રહેશે. દિવસ દરમિયાન ભારે પવન સાથે હળવો વરસાદ પણ પડશે. જયારે ગુરૂત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહેશે.

(3:13 pm IST)