Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

યુપી એટીએસના એએસપી રાજેશ સાહનીની આત્મહત્યા

સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી દઈને આત્મહત્યા કરી :કારણ અંગે તપાસ

 :

ઉત્તર પ્રદેશ એટીએસના એડિશનલ એસપી રાજેશ સાહનીએ મંગળવારે બપોરે 1 વાગ્યાના સુમારે પોતાની સર્વિસ પિસ્તલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. જો કે ઘટના સ્થળે કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઉલ્લેખનીય છે કે,એટીએસમાં રહેતા સાહનીએ આતંકીઓની વિરુદ્ધ અનેક મોટા ઓપરેશનને લીડ કર્યા છે. હાલ સાહનીના આત્મહત્યા પાછળનુ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે

(12:00 am IST)