Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દારૂ પીને વાહન ચલાવવું નહિ : હવે બોટલ પર લખવી પડશે ચેતવણી

નવી દિલ્હી :તંબાકુના પેકેટ અને સિગારેટના પેકેટ પર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની ચેતવણી લખાયા બાદ હવે એપ્રિલ 2019થી દારૂની દરેક બોટલ પર ચેતવણી લખવી ફરજિયાત થઈ જશે કે દારૂ પીને વાહન ચલાવવુ નહીં

  . ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) એ સોશિયલ કાર્યકર પ્રિન્સ સિંઘલની PIL દાખલ કર્યા બાદ આ સૂચના આપવામાં આવી હતી. ઓથોરિટીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (આલ્કોહોલ કન્ઝમ્પ્શન સ્ટાન્ડર્ડ્સ) રેગ્યુલેશન, 2018થી નિર્દેશ કરતી સૂચનાઓને જારી કરવામાં આવી છે

(8:46 am IST)