Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ગુરુગ્રામમાં આઠ વર્ષની બાળકીને નરાધમે હવસનો શિકાર બનાવી :આરોપીની ધરપકડ

જ્યુશ પીવડાવાના બહાને રૂમમાં લઇ જઈ દુષ્કર્મ ગુજાર્યું

હરિયાણામાં ગરૂગ્રામના બાદશાહપુર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બાળકીને એકલતાનો લાભ લઈ બાજુમાં રહેતા તેના હવસખોર મામાએ બાળકીને જ્યુશ પીવડાવવાને બહાને પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાની જાણ થતા પરિવાર જનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો

(12:00 am IST)