Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ભારત-પાકિસ્તાન વચ્ચે DGMO લેવલે હોટલાઇન પર વાતચીત

સીઝફાયર કરાશે લાગૂ:સરહદ પર શાંતિ જાળવવા બંને દેશો સહમત

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલી ગોળીબારી વચ્ચે મંગળવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO લેવલની વાતચીત હતી બંન્ને દેશોના અધિકારીઓ વચ્ચે સીઝફાયર સમજુતીને જારી રાખવા અને બોર્ડર પર શાંતિ બનાવી રાખવાની અપીલ કરવામાં આવી છે બેઠક માટે પાકિસ્તાનના ડીજીએમઓ તરફતી અપીલ કરવામાં આવી હતી. બંન્ને અધિકારીઓએ હોટલાઇન પર વાતચીત કરી

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર ગોળીબારી કરી છે. જેમાં ઘણા નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાનની ગોળીબારીને કારણે બોર્ડર વિસ્તારની પાસે રહેતા આશરે 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

  મંગળવારે બંન્ને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં તે મુદ્દા પર સહમતી બની કે, જો કોઈપણ પ્રકારની સમસ્યા થશે તો અધિકારી હોટલાઇન પર વાત કરશે. સિવાય બોર્ડર ફ્લેગ મીટિંગની સંખ્યા વધારવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે

(12:00 am IST)