Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમેરિકામાં પર્વતારોહણ કરતી વખતે ભારતીય મૂળના યુવાન ૨૯ વર્ષીય આશિષ પેનુગોન્ડાનું કરૂણ મોતઃ યોસેમિટી નેશનલ પાર્ક ખાતે ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે પર્વતારોહણ વખતે લપસી જતા ૪૦૦ ફુટ ઊંડી ખીણમાં ગરક

ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુજર્સી સ્થિત ભારતીય મૂળના ૨૯ વર્ષીય યુવાન આશિષ પેનુગોન્ડાનુ યોસેમિટી નેશનલ પાર્ક ખાતે પર્વતારોહણ વખતે દોરડુ હાથમાંથી છટકી જવાથી ખીણમાં ગબડતા કરૂણ મોત થયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ભારે વરસાદ, વીજળી, તથા વાવાઝોડા સાથેના વાતાવરણ વચ્ચે મિત્રો સાથે હાફ ડોમના માર્ગે પર્વતારોહણ સમયે સ્લીપ થઇ જતાં હાથમાંથી દોરડુ છટકી જતા આ યુવાન ૪૦૦ ફુટ ઊંડી ખીણમા ગબડી પડયો હતો. જે કેલિફોર્નિયાની યોસેમિટી ખીણથી પાંચ હજાર ફૂટ ઊંચે આવેલ છે.

આ યુવાન ખીણમાં ગબડી પડતા તેની સાથેના અન્ય મિત્રને પણ ખીણમાં પડતો વન્ય સુરક્ષા કર્મીઓએ બચાવી લીધો હતો. તથા મૃતક આશિષનો મૃતદેહ ખીણમાંથી બહાર કઢાયો હતો.

આશિષ ભારતના આંધ્ર પ્રદેશનો વતની હતો તથા ન્યુજર્સીમાં આવેલી સાઇમન્સ હેલ્થકેરમાં બાયો કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો.

(7:06 pm IST)