Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 62,919 નવા પોઝીટીવ કેસ નોંધાયા : 828 લોકોનાં મોત

કુલ મૃત્યુઆંક વધીને 68813 થયો :છેલ્લા 24 કલાકમાં 2.90 લાખ સેમ્પલની તપાસ

મુંબઈ : કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રમાં કહેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે.પ્રતિદિન 60 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે.મૃત્યુંઆંક પણ વધી રહ્યો છે એક સારી વાત એ છે કે રિકવરીનો દર પણ વધી રહ્યો છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 62,919 લોકો કોરોના સંક્રમિત થયા છે અને 828 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મોતનો કુલ આંકડો વધીને 68813 થઇ ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુદર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ કેસો આવ્યા છે અને 828ના મોત થયાં છે. રાજ્યમાં ગુરૂવારે 771 લોકોના મોત થઇ હતી.આ મામલે અધિકારીઓનું કહેવું છે કે 771ની થયેલી મોતમાં 383 લોકોની મોત 48 કલાક પહેલા થઇ ગઇ હતી.પરતું તેની ગણતરી ગુરૂવારમાં કરવામાં આવી હતી.જયારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2.90 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી,જે ગઇકાલના મુકાબલામાં 1994 વધારે સેમ્પલની તપાસ કરવામાં આવી છે

(11:13 pm IST)