Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાની લડાઈમાં આગળ આવ્યા દિલ્લીના બીઝનેસમેન, આપી રહ્યા છે, ઓકસીજન સીલીન્ડર અને દવા

લોકડાઉનના સમયમાં બીઝનેસમાં ઘણું નુકશાન પણ થયું છેઃ છતાં પણ મદદ કરવાની ભાવના જીવિત રાખી છે અને શકય એટલી મદદ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૩૦: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે, જયાં જુઓ ત્યાં દર્દીઓ અને તેના પરિવારજનો ભટકી રહ્યા છે, ઓકસીજનને લઈને મારામારી પર લોકો ઉતરી આવ્યા છે, અને બેડ મળવો ખુબજ મુસ્કેલ બની ગયું છે, દિલ્લીમાં કોરોના વિસ્ફોટ થયો પરિસ્થતિ કાબુ બહર બની ગઈ છે, તેમજ સ્વાસ્થય સેવાઓ માંડવી મુશ્કેલ છે, ત્યરે આવાકપરા સમયમાં દિલ્લીના અનેક ધંધાર્થીઓ મદદ માટે આગળ આવ્યા છે.

કોરોનાકાળમાં ધંધાર્થીઓએ કરી મદદ

ફ્રી ઓકસીજન સીલીન્ડર આપવાથી માંડી દવાઓ ની પણ મદ્દદ કરી રહ્યા છે, દિલ્લીમાં એમએસએમઈ બવાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખ સુખ્માની સેવા સોસાયટી ના અધ્યક્ષ તજીનદર સિંહએ કહ્યું કે દરરોજ ફી ઓકસીજન સીલીન્ડર આપવામાં આવી રહ્યા છે, ૫૦૦૦ કોટન ના માસ્ક પણ મોકલવામાં આવ્યા છે, સેનેટાઈઝર,સ્ટીમર ની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે,

ફ્રી સીલીન્ડર-દવા ની સુવિધા

માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના અધ્યક્ષ નીરજ સહગલ નું કહેવું છે કે માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ વેલફેયર એસોસિએશન માં ફ્રી ટેસ્ટીંગ સેન્ટર ચલાવામાં આવે છે, ૩૦ હજાર લોકોના ટેસ્ટ થઇ ગયા છે, ફ્રીમાં ઓકસીજન આપવામાં આવે છે અને હોસ્પિટલો માં પણ આપી રહ્યા છે, પણ દિલ્લી ને એમએસએમઇ તરફ થી જે મદદ મળી રહી છે તેવું યોગદાન નોઇડામાટે નથી મળતું, ત્યાની સ્થિતિ ખુબજ ગંભીર છે.

એનસીઆર ના શહેર નોઇડામાં બીઝનેસમેન ની સંસ્થા એમએસએમઇ વગર ઓકસીજન વગર જીવન મરણ વચ્ચે છે તેની મદદ માટે ઓકસીજન બેંક ખોલવાની યોજના અંતિમ વિકલ્પ સુધી પોહ્રન્ચવા છતાં પણ પૂરી નથી થી, નોઇડા એમએસએમઇ ના જીલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ નહાટાએ જણાવ્યું કે લોકોની મદદ માટે ઓકસીજન સીલીન્ડર પણ બેંકમાં જમા કરવી દેવામાં આવ્યા હતા છતાં પણ યોગ્ય સમયે પ્રશાસને મંજુરી ના આપી અને લોકોને ખાલી સીલીન્ડર લઈને પરત જવું પડ્યું.

નોઇડાને મદદ ના મળી શકી

જોકે એમએસએમઇ સિવાયની બીજી અનેક સંસ્થાઓ એ પણ મદદ માટે આગળ આવી રહી છે, કેટલીક સંસ્થાઓ હોમ આઇસોલેશન થયેલા લોકોને ફૂડ પેકિંગ પણ પોહચાડી રહ્યા છે, તો કેટલીય સંસ્થાઓ અત્યારે હેલ્પલાઇન નંબર ને આધારે જરૂરી માહિતી પોહચાડી રહ્યા છે(આપી રહ્યા છે), કામ બધાનું અલગ અલગ છે પણ કોરોનાની મુશ્કેલ પરિસ્થતિને પહોંચી વળવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

(2:58 pm IST)