Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાએ છીનવી રોજી-રોટીઃ ભૂખમરાની હદ પર આવી ગયા તમાશાના કલાકારો

૮૫ નાના તમાશાની મંડળીઓની હાલત દયનીય

મુંબઇઃ ફિલ્મી દુનિયાની ચમક દમકથી દુર પશ્ચિમી મહારાષ્ટ્રમાં હજારો કલાકારો છે, જેમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકોનું મનોરંજન પૂરું પડે છે, કોરોનાની બીજી લહેરમાં આ લોકોની રોજી-રોટી છીનવી લીધી છે, ગયા વર્ષે લોકડાઉનની કપરી પરિસ્થતિમાં થી નિકળ્ય નથી ત્યાં ફરી પ્રતિબંધો લગાવતા કરજમાં ડૂબવા લાગ્યા છે, આર્થીક તંગીથી કંટાળીને કેટલી કલાકારોએ આત્મહત્યાનો માર્ગ પણ અપનાવ્યો છે, અફસોસ કે સરકાર પણ આ લોકોની ભાળ નથી લેતી, દર વર્ષે ગુડી પડવાથી બુધ પૂર્ણિમા સુધી ધાર્મિક યાત્રા-મેળાઓ થતા હતા, ત્યારે કલાકારો પોતાનો ખેલ રજુ કરીને તેમનું ગુજરાન ચલાવતા, આ વ્યવસાયમાં ૮૫ નાના મોટા ખેલ મંડળીઓ છે, અત્યારે બધાની હાલત કફોડી બની છે, અખિલ ભારતીય લોક કલાકાર મરાઠી તમાશા પરિષદના અધ્યક્ષ સંભાજી રાજે જણાવ્યું કે અમારી હાલત દયનીય છે, ગયા વર્ષે પણ ખેલનો શો બંધ કરાવ્યો હતો.

સરકાર પાસેથી નથી મળી મદદ

રાજે એ કહ્યું કે સાહુકાર લોકો પાસેથી લીધેલું કર્જ વધી રહ્યું છે, ખેલ રજુ કરવા ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યા છે, નાયબ મુખ્યમંત્રી અજીત પવારને પણ અમે અમારી વ્યથા જણાવી હતી,  લોક કલાકારોને આર્થીક મદદની અપીલ પણ કરી હતી,સરકાર તરફથી કોઈ મદ્દદ મળી નથી, રાજે એ કહ્યું દર વર્ષે ધાર્મિક યાત્રાઓ થતી, અનેક જગ્યા એ મેળાઓ યોજાતા હતા, જે વિસ્તારોમાં ધાર્મિક યાત્રાઓ નીકળવાની હોય ત્યાં આ કલાકારો પોતાનો ખેલ બતાવી લોકોનું મનોરંજન કરતા, સાંગલી, સતારા, કોલ્હાપુર અને સોલાપુર જ નહિ કર્નાટક ના બેલગામ,વીજપુર અને બાગલકોટ જીલ્લામાં પણ અમારા કલાકારો જતા, પણ આ વર્ષે બધુજ કોરોનાને કારણે ખતમ થઇ ગયું.

(2:57 pm IST)