Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇ.સી.એમ.આર.) કહે છે

આડેધડ ગોળીઓ નહિ લેતા : કોરોનાના લક્ષણો દેખાય તો આઇબ્રુફેન લેતા જ નહિ

હૃદયરોગ - કિડનીના દર્દીઓએ આવી પેઇનકીલર દવાઓથી દૂર રહેવું

નવી દિલ્હી, તા.૨૯ : ભારતમાં  કોરોના  વાયરસ  હાહાકાર મચાવી રહ્યો છે. જોકે કોરોનાના સામાન્ય લક્ષણો  ધરાવતા  મોટી  સંખ્યામાં  લોકો  ઘરે રહીને જ સાજા થઈ રહ્યાં છે. પરંતુ કેટલાક એવા પણ દર્દીઓ છે જે કોરોનાથી બચવા અથવા સાજા થવા આડેધડ ગોળીઓ ખાઈ રહ્યાં  છે.    ઈન્ડિયન  કાઉન્સિલ  ઓફ મેડિકલ  રિસર્ચે  આ  લોકોને  ચેતવ્યા  છે.

આઇસીએમઆર  કેટલીક  દવાના  નામ જણાવ્યાં  છે  જે  કોરોનાના  દર્દીઓએ ભૂલેચૂકે  ના  લેવી.  આ  દવાઓ  આડેધડ લેવાથી  સમસ્યા  ઓછી  થવાની  જગ્યાએ વધી શકે છે. આઇસીએમઆરએ જણાવ્યું છે કે,  હદયરોગીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન  જેવી  કેટલીક  પેઈનકિલર્સ કોવિડ-૧૯ના  લક્ષણોને  ગંભીર  બનાવી શકે  છે.  તેનાથી  કિડની  ખરાબ  થવાનું જોખમ વધી શકે છે.

આઇસીએમઆર એ કહ્યું  છે  કે,  નોન  સ્ટેરોઈડ  એન્ટી ઈન્ફ્લેમેટરી  દવાઓ  લેવાની  જગ્યાએ બીમારી    દરમિયાન    જરૂર    પડ્યે પેરાસિટામોલ  દવા  લેવી  જોઈએ.  શું હાર્ટપેશન્ટ્સ,  ડાયાબિટિસ  કે  હાઈ  બ્લડ પ્રેશરના  દર્દીઓને  કોરોનાના  સંક્રમણનું જોખમ    વધુ    છે?        આ    મામલે આઇસીએમઆર એ જણાવ્યું હતું કે, ના, હાઈ  બ્લડપ્રેશર,  ડાયાબિટિસ  કે  હાર્ટના દર્દીઓને  કોઈ  અન્યની  સરખામણીમાં સંક્રમિત  થવાનું  જોખમ  વધુ  નથી.

કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર  અને  નબળા   હદયવાળાકેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. આઇસીએમઆરએ જણાવ્યું કે તેમણે વધુ  દેખભાળ  રાખવાની  જરૂર  છે.

આઇસીએમઆર  એ  કહ્યું  કે  હાર્ટના દર્દીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન જેવી  કેટલીક  પેઈન  કિલર્સ  કોવિડ-૧૯ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ પણ વધી શકે છે.

(1:09 pm IST)