Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં અત્યારથી સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની શરૂ કરી તૈયારીઓ

જુલાઈ સુધીમાં ઓક્સિજન સરપ્લસ મેળવી લેવા નિર્દેશ : 125 પીએસએ ટેક્નોલોજી પ્લાન્ટ સ્થાપવા આદેશ

  મુંબઈ :કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રએ અત્યારથી સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રોગચાળાનાં નિષ્ણાતો સાથેની વાતચીતને ટાંકીને કહ્યું હતું કે, જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની સંભાવના છે. તેમણે રાજ્યનાં વહીવટને ત્રીજી લહેર માટે તૈયાર રહેવા કહ્યું અને માળખાગત સુવિધામાં સુધારો લાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ રાજ્યમાં હાલનાં માહોલને પુનરાવર્તિત કરવા માંગતા નથી.

 મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે વિભાગીય કમિશનર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મીટિંગમાં તેમણે સ્પષ્ટપણે દરેકને ત્રીજી લહેર માટે તૈયાર રહેવાનું કહ્યું હતુ. મહારાષ્ટ્રનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, આપણે આત્મનિર્ભર બનવું પડશે, ખાસ કરીને ઓક્સિજનનાં પુરવઠાનાં મામલે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે સમયે ઓક્સિજન સપ્લાયનાં અભાવનું કોઈ કારણ સાંભળવું તેમને ગમશે નહીં.

(1:04 pm IST)