Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાની બીજી લહેરમાં ચાલ્યો બેઠકોનો ધમધમાટ

વડાપ્રધાન મોદીએ ફકત એપ્રિલમાં જ ૨૧ બેઠક યોજી

નવી દિલ્હી તા. ૩૦ : કોરોનની બીજી લહેર હવે સુનામી બનીને તબાહી મચાવી રહી છે. કોરોના પર કઈ રીતે કાબુ મેળવી શકાય તેના માટે વડાપ્રધાન તાબડતોડ બેઠકો કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાંફકતએપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ૨૧ બેઠકો કરી છે. તેમાંથી વધુ બેઠકો છેલ્લા બે સપ્તાહમાં યોજાઈ છે. દેશમાં સ્થિતિનીસમીક્ષા, ઓકિસજનની અછતનેવેકિસનેશન જેવા મુદ્દા પર આ બેઠકોઅલગ અલગ લેવલ યોજાઈ હતી. દેશમાં કોરોનાના હવે દરરોજ સાડાત્રણ લાખથી વધુ કેસ મળ્યા છે.

૨૦૨૦ માર્ચ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના સંબંધિત સમીક્ષાઓઅને બેઠકોની સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે માર્ચમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએલોકડાઉનનુંએલાન કર્યું હતું. તે દરમ્યાનપણ બેઠકો યોજાય હતી.

 એપ્રિલ મહિનામાં યોજાયેલી ૨૧ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએકેન્દ્ર સરકારનાઅધિકારીઓ, રાજયોના મુખ્યમંત્રીઓ, વિદેશી નેતાઓ અમેરિકી રાષ્ટ્રપતિની સાથે થયેલી યોજાયેલી બેઠક પણ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જો માર્ચ ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૧ વચ્ચેની વાત કરીએતોવડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમ્યાનઓછામાંઓછા ૬૫ આધિકારિક બેઠકોમાં સામેલ રહ્યા છે. સરકારી અધિકારીઓનો દાવો છે કે પીએમ મોદીએકોરોના અંગે વિશેષજ્ઞો, રાજનેતાઓ, અને સ્ટેક હોલ્ડર્સ સાથે પણ બેઠકોકરી છે.

(11:50 am IST)