Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાના લાગેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપશો તો ભારત જેવા હાલ થશે : WHOની યુરોપને ચેતવણી

સમજવાની ઘણી જરૂર છે કે ક્યાંય પણ ભારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે

નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે કોવિડ-19ના કારણે લગાવાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાથી ભારતની જેમ ત્યાં પણ કોરોનાની આંધી સર્જાઈ શકે છે.'

સમાચાર એજન્સી AFP અનુસાર યુરોપ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ હેન્સ ક્લૂગે ગુરુવારે કહ્યું, "જ્યારે બીમારી સામે બચવા માટેના ઉપાયોમાં છૂટછાટ આપવામાં આવે, ભારે સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થવા લાગે, જ્યારે વાઇરસના વધુ ચેપી વૅરિયન્ટ સામે આવવા લાગે અને વૅક્સિનેશનનો દર ઘણો ધીમો હોય તો આ સ્થિતિમાં કોઈ પણ દેશમાં કોરોનાની આંધી સર્જાઈ શકે છે.તેમણે કહ્યું કે, "એ સમજવાની ઘણી જરૂર છે કે ક્યાંય પણ ભારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  પાછલા અમુક દિવસોથી ભારતમાં કોરોનાના મામલાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જાણકારો માને છે કે લોકો ભારે સંખ્યામાં એકઠા થયા હોવાના કેટલાક પ્રસંગોના કારણે ભારતમાં આ સ્થિતિ સર્જાઈ છે.

(10:51 am IST)