Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે રસીકરણ અંગે રિપોર્ટ માંગ્યો

મુખ્ય સચિવ વિજય દેવ પાસે કોવિડ -19 સામે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે તૈયારી અંગે અહેવાલ મંગાવ્યો

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) અનિલ બૈજલે ગુરુવારે મુખ્ય સચિવ વિજય દેવ પાસે કોવિડ -19 સામે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે શહેરની તૈયારી અંગે અહેવાલ માંગ્યો છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (સુધારા) અધિનિયમ, 2021 અમલમાં આવ્યા પછી આ તેમનું પહેલું મહત્વનું પગલું છે. આ કાયદા મુજબ, દિલ્હીમાં 'સરકાર' નો અર્થ લેફ્ટનન્ટ ગવર્નર છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સૂચના અનુસાર, એક્ટની જોગવાઈઓ 27 એપ્રિલથી લાગુ છે.

(10:18 am IST)