Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આગામી ત્રણ મહિનામાં દિલ્હીના પુખ્તવયના તમામ લોકોને કોરોના વાયરસની વેક્સીન અપાશે : કેજરીવાલ

મોટા પાયે રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે : લોકોએ આગળ આવવું જોઈએ.

નવી દિલ્હી :દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, આગામી ત્રણ મહિનામાં દિલ્હીના તમામ પુખ્ત વયના લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવાની કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે, મોટા પાયે રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે અને રસી સ્થાપિત કરવા પાત્ર લોકોએ આગળ આવવું જોઈએ.

 

તેમણે ટ્વિટ કર્યું, 'દિલ્હીમાં રસીકરણ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરી. આગામી ત્રણ મહિનામાં, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોના રસીકરણ માટેની યોજના ઘડી હતી. અમે મોટા પાયે રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરીશું. બધા પાત્ર લોકોએ રસીકરણ માટે આગળ આવવું જોઈએ." આ પહેલા દિવસની શરૂઆતમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીમાં 18-44 વર્ષની વય જૂથના લોકોને રસીકરણ માટે વેક્સિનનો સ્ટોક નથી.

 

આરોગ્યમંત્રીએ કહ્યું કે ઉત્પાદકોને વેક્સિન ખરીદવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. જોકે તેમણે જણાવ્યું હતું કે આ વર્ગના લોકોને વેક્સિન આપવાની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વેક્સિન મેના પ્રારંભમાં રાજધાનીમાં ઉપલબ્ધ થશે.

(10:16 am IST)