Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પાંચ રાજ્યો માટે પોલ ઓફ એક્ઝિટ પોલ શુ કહે છે ?

પશ્ચિમ બંગાળમાં આજે આઠમા તબક્કાનું મતદાન પૂરું થતા એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન પોલ ઓફ એક્ઝિટ પોલના તારણો આ મુજબ છે.
પશ્ચિમ બંગાળમાં કુલ ૨૯૪ બેઠકોમાંથી બહુમતી માટે ૧૪૮ બેઠકો જોઈએ. ત્યારે મમતાના તૃણમૂલ કોંગ્રેસને ૧૫૬ બેઠકો સાથે ફરી બહુમતી મળતી દર્શાવવામાં આવી છે.
તામિલનાડુમાં કુલ ૨૩૪ બેઠકોમાંથી બહુમતી માટે ૧૧૮ બેઠકો જોઈએ ત્યારે સ્ટાલિનના ડીએમકે પક્ષના મોરચાને તોતિંગ બહુમતી સાથે ૧૭૩ બેઠકો મળતી બતાવી છે.
કેરળમાં ૧૪૦ બેઠકોમાંથી બહુમતી માટે ૭૧ બેઠકો જોઈએ ત્યારે હાલના સત્તારૂઢ એલ ડી એફ મોરચાને ૭૬ બેઠકો સાથે ફરી સત્તા મળતી બતાવાયેલ છે.
આસામમાં ૧૨૬ બેઠકો છે, બહુમતી માટે ૬૪ બેઠક જોઈએ ત્યારે એક્ઝિટ પોલના તારણ મુજબ ભાજપના મોરચાને ૭૩ બેઠકો મળી રહી છે.
જ્યારે પુડુચેરીમાં કુલ ૩૦ બેઠકો છે. બહુમતી માટે ૧૬ બેઠકો જોઈએ. ત્યારે  એન.આર.સી. મોરચાને ૧૮ બેઠકો સાથે બહુમતી મળી રહ્યાનું દર્શાવાયું છે.

(12:00 am IST)