Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

દેશમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક નવા કેસ અને અત્યાર સુધીનો સર્વાધિક મૃત્યુઆંક : રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,86 લાખથી વધુ કેસ : 31,69 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2,91 લાખથી વધુ વિક્રમજનક દર્દીઓ રિકવર થયા : આજે વધુ 3501 દર્દીના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,159 નવા કેસ : ઉત્તર પ્રદેશમાં 35,104 કેસ, કર્ણાટકમાં 35,024 કેસ, કેરળમાં 38,607 કેસ, દિલ્હીમાં 24,235 કેસ, છત્તીસગઢમાં 15,804 કેસ, રાજસ્થાનમાં 17,269 કેસ, મધ્યપ્રદેશમાં 12,762 કેસ, ગુજરાતમાં 14,327 કેસ, બિહારમાં 13,089 કેસ, તામિલનાડુમાં 17,897 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,403 કેસ, આંધ્ર્પ્રદેશમાં 14,792 કેસ, હરિયાણામાં 13,947 કેસ નોંધાયા : ઓરિસ્સા, તેલંગાણા અને પંજાબમાં વકરતો કોરોના

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.86,654 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3501 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.08,303 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.86,654 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,87,54,984 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 31,64,825 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.91.484 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.53,73,765 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં  મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,159 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 35,104 કેસ, કર્ણાટકમાં 35,024 કેસ, કેરળમાં 38,607 કેસ, દિલ્હીમાં 24,235 કેસ, છત્તીસગઢમાં 15,804 કેસ, રાજસ્થાનમાં 17,269 કેસ, મધ્યપ્રદેશમાં 12,762 કેસ,ગુજરાતમાં 14,327 કેસ, બિહારમાં 13,089 કેસ, તામિલનાડુમાં 17,897 કેસ,પશ્ચિમ બંગાળમાં 17,403 કેસ, આંધ્ર્પ્રદેશમાં 14,792 કેસ, હરિયાણામાં 13,947 કેસ  નોંધાયા છે આ સિવાય  ઓરિસ્સા , તેલંગાણા અને પંજાબમાં કોરોના વકર્યો છે

(12:00 am IST)