Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

IPL 2021: કોલકાતાને હરાવી દિલ્હીનો 7 વિકેટે ભવ્ય વિજય : બોલરોના શાનદાર પ્રદર્શન અને પૃથ્વી શોની તોફાની બેટિંગ

સિઝનમાં છ મેચોમાં દિલ્હીની આ પાંચમી જીત : દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ

દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું છે. 155 રનનો લક્ષ્યાંક દિલ્હીએ 16.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો છે. 155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર પૃથ્વી શોએ 41 બોલમાં 82 રન બનાવી આઉટ થયો હતો જ્યારે શિખર ધવન 46 રને આઉટ થયો હતો. પંતે 16 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોઇનિસ 6 રને અને શિમરોન હેટમાયર 0 રને નોટ આઉટ રહ્યા હતા.

કોલકાતા સામે દિલ્હી કેપિટલ્સએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. આઈપીએલ 2021 ની 25મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સનો વચ્ચે શરૂ થઈ છે. કેકેઆરએ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવી હતી. પરંતુ દિલ્હીને આરસીબી સાથે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.

કેકેઆરનુ પલડું થોડુ ભારે છે. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે કુલ 26 મેચ રમવામાં આવી છે, જેમાંથી 14 મેચ કેકેઆરએ જીતી છે, જ્યારે 11 મેચ દિલ્હીની ટીમે જીતી છે. જોકે, છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં દિલ્હીએ કેકેઆરને પરાજિત કર્યું છે

(12:00 am IST)