Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સિરમ બાદ ભારત બાયોટેકની કોવેક્સિનની કિંમતમાં ઘટાડો

ભારતમાં વેક્સિનની કિંમતને લઈને વિવાદ : ભારત બાયોટેક રાજ્ય સરકારોને ૬૦૦ના બદલે ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝ, પ્રાઈવેટ હોસ્પિટલોનો ભાવ ૧,૨૦૦

નવી દિલ્હી, તા. ૨૯ : ભારતમાં કોરોનાની વેક્સીનની કિંમતને વિવાદ સર્જાયો હતો જેને જોતા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ પોતાની કોવિશિલ્ડ વેક્સીનની કિંમતમાં ઘટાડો કર્યો હતો. સીરમ બાદ હવે ભારત બાયોટેકે પણ પોતાની કોવેક્સિનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારત બાયોટેક હવે રાજ્ય સરકારોને ૬૦૦ રૂપિયાના બદલે ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝ આપશે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોનો ભાવમાં ઘટાડો કરીને ૧,૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝ કર્યો છે.

૧૮થી વધુ વર્ષના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સીરમ ઈન્સ્ટિટ્યુટે તેની કોવિશિલ્ડ વેક્સીનની કિંમતો જાહેર કરી હતી. જોકે, તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો એમ ત્રણેય માટે અલગ-અલગ કિંમતો રાખવામાં આવી હતી. જેને લઈને વિવાદ થયો હતો.

પોતાની વેક્સિનની કિંમતમાં ઘટાડો કર્યો હતો. સીરમે રાજ્ય સરકારો માટે ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝ રાખ્યો હતો જે ઘટાડીને ૩૦૦ રૂપિયા કરી દીધો હતો. જ્યારે ખાનગી હોસ્પિટલો માટે ૬૦૦ રૂપિયા પ્રતિ ડોઝનો ભાવ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે સીરમ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ઉત્પાદન કરી રહી છે.

જ્યારે ભારત બાયોટેકે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિનનું નિર્માણ કર્યું છે. હવે જ્યારે દેશમાં ૧૮થી વધુ વર્ષના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મોટા પ્રમાણમાં વેક્સિનની જરૂરિયાત ઊભી થશે.

(12:00 am IST)