Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મહિન્દ્રાના કારના શો રૂમમાં આગથી ૧૦૦થી વધુ કાર ખાખ

પંજાબના ભઠિંડાની કમનસીબ હોનારત : શોટ સર્કિટના ભીષણ આગ લાગી હોવાનો મેનેજરનો દાવો

નવી દિલ્હી, તા. ૨૯ : પંજાબના ભઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત અંગે જાણ થતા જ ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. શોરૂમના માલિકના કહેવા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે.  શોરૂમમાં રહેલી નવી ગાડીઓની સાથે જ જે ગાડીઓ રિપેરિંગ માટે આવી હતી તે પણ સળગી ગઈ છે. શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો થોડા સમય બાદ સામે આવશે.

(12:00 am IST)