Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

કેરળના દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ : તમામ ઉપર પત્નીઓની અદલા-બદલીનો આરોપ

મુખ્ય આરોપીની પત્નીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો

 

કેરળના એક દુષ્કર્મ કેસમાં પોલીસે કેરળના પલપુઝા અને કોલ્લમમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તમામ પર પત્નીઓની અદલા-બદલી કરવાનો આરોપ લગાવાયો છે પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઉંમર 25થી 32 વર્ષ વચ્ચે છે. સમગ્ર મામલે આરોપીઓમાંથી એકની પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

  કેરળના કુયમકુલમના પોલીસના જણાવ્યા પ્રમાણે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરનારા મુખ્ય આરોપીની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેના પર અન્ય વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવવાનું દબાણ કરતો હતો. જ્યારે તેણીએ આવું કરવાની મનાઇ કરી તો તેને ધમકી અને શારીરિક સોષણ કરવામાં આવ્યું.

પોલીસે જણાવ્યું કે આરોપીએ વાઇફ સ્વેપિંગ વર્ષ 20018થી શરૂ કરી હતી. આરોપી પતિએ અન્ય શખ્સ સાથે સોશિયલ મીડિયા એપ્લિકેશન ચેટશેર પર કોન્ટેક્ટ કર્યો હતો. સામાન્ય રીતે વોટ્સએપ અને મેસેન્જરમાં તમે જાણતા હોવ છો કે તેમે કોની સાથે વાતચીત કરો છો પરંતુ Sharechatમાં ઓળખ છૂપાવીને વાત કરી શકો છો. એવામાં પરસ્પર ચર્ચા કરી તારીખ, સ્થળ અને સમય નક્કી કરી વાઇફ સ્વેપિંક કરવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પીડિતાના પતિનો પણ સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે 366 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:10 pm IST)