Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

કયાં રાહુલ સાચા, લંડન કે લુટીયંસ વાળા ? સંબીત પાત્રા

કોંગ્રેસ અધ્યક્ષની નાગરીકતા મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની નાગરીકતા મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવકતા સંબીત પાત્રાએ સવાલ પુછેલ કે કયા રાહુલ સાચા છે, લંડન કે લુટીયન્સ વાળા? : ભાજપે આરોપ લગાડેલ કે રાહુલનું નામ બેક ઓટસ લીમીટેડમાં ડાયરેકટર તરીકે નોંધાયેલ છેઃ જયારે આ કંપનીની સ્થાપના થઇ ત્યારે પણ બ્રિટીશ નાગરીક  હતા અને બંધ થઇ ત્યારે પણ બ્રિટીશ નાગરીક જ હતાઃ   ૧૭ ફ્રેબુઆરી, ૨૦૧૯માં કંપનીની અરજીમાં રાહુલની નાગરીકતા બ્રીટીશ હોવાનું જણાવાયેલઃ પાત્રાએ અંતમાં જણાવેલ કે કમ સે કમ રાહુલે કોંગ્રેસના કાર્યકર્તાઓને પોતાની નાગરીકતા જણાવવી જોઇએ.

(4:18 pm IST)