Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નાણા મંત્રાલય અને આરબીઆઇની મહત્વની મીટિંગ : મોટી જાહેરાત થવાની શકયતા

વર્ષ 2020-21ની પહેલી છમાસિક માટે સરકારની ઉધાર યોજના પર નિર્ણય થાવ વકી

વી દિલ્હી: નાણા મંત્રાલય  અને આરબીઆઇની કાલે મહત્વની મિટિંગ યોજાનાર છે એજમાં વર્ષ 2020-21ની પહેલી છમાસિક માટે સરકારની  ઉધાર યોજના પર નિર્ણય  કરે તેવી શક્યતા છે કોરોના મહામારીને ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિમાં મળતી આ બેઠક  મહત્વપૂર્ણ છે. સૂત્રોના અનુસાર સરકાર કોરોના વાયરસ અથવા કોવિડ 19 (Covid-19) મહામારીની લીધે અર્થવ્યવસ્થા (Economy) સામે આવેલા પડકારોનો સામનો કરવા માટે પોતાની ઉધાર યોજનાને વધારવા માટે સહારો આપશે. સૂત્રોએ કહ્યું કે નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વચ્ચે પહેલીવાર વીડિયો

 કોન્ફ્રેસિંગ દ્વાર બેઠક થશે. પીટીઆઇના અનુસાર બેઠક બાદ ડેટેડ સરકારી પ્રતિભૂતિયો અને લધુ અવધિના પત્ર જાહેર કરવાનો ઉધારી કાર્યક્રમની જાહેરાત સાંજે કરવામાં આવશે. બજેટ અનુસાર સરકારની 2020-21માં બજારમાંથી 5.36 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની યોજના છે. 

નાણામંત્રી 2019-20ની પહેલી ચમાસિકમાં ભારત સરકારે 4.42 લાખ કરોડ રૂપિયાની ઉધારી લેવાની યોજના બનાવી હતી. વચગાળાના બજેટમાં સરકારે 2019-20 માટે 7.1 લાખ કરોડની કુલ બજાર ઉધાર અને 4.37 લાખ કરોડ રૂપિયાની નેટ બજાર ઉધારનું અનુમાન લગાવ્યું હતું. નાણામંત્રી 2019-20 માટે કુલ બજાર ઉધારનું સ્તર ગત 9 વર્ષમાં સૌથી વધુ છે. ગત વર્ષે એટલે કે 2018-19માં ભારતની ગ્રોસ બોરોઇંગ 5.71 લાખ કરોડ રૂપિયા હતી. 

(11:36 pm IST)