Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

તેલંગાણા સરકારનો મોટો નિર્ણંય : તમામ સ્તરના કર્મચારીઓના પગારમાં કાપ મુકાયો

મુખ્યમંત્રી અને તમામ પ્રધાનોના પગરમાં 75 ટકા,આઈએએસ,આઇપીએસ અને આઈએફએસ અધિકારીના 60 ટકા અને અન્ય કર્મચારી અને નિવૃતોના પગારમાં અડધોઅડધ કપ લ ચોથાવર્ગના કર્મ,ના પણ 10 ટકા પગારકાપ

તેલંગાણા સરકાર ખુબ જ મોટો નિર્ણંય કર્યો છે તેલંગણા સરકારે તમામ સ્તરે પગારમાં કાપ મૂકી દીધો છે

 તેલંગણા સરકારે આજે મોટો નિર્ણય લેતા કોરોના વાયરસને લીધે સરકારે મુખ્યમંત્રી અને તમામ પ્રધાનોનાં પગારમાં ૭૫ ટકાનો કાપ જાહેર કર્યો છે.
   જ્યારે આઇએએસ, આઇપીએસ, અને આઇએફએસ અધિકારીઓના પગારમાં ૬૦ ટકાનો કાપ મૂકયો છે.
    આ ઉપરાંત બીજા સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગારમાં ૫૦ ટકાનો કાપ મૂકી દીધો છે,
     તો ક્લાસ ફોર કર્મચારીઓ માટે ૧૦ ટકા પગાર કાપ જાહેર કર્યો છે.
     દેશભરમાં આ પ્રથમ પગલું છે. અન્યત્ર પણ આવા પગલાં આવી શકેછે.

(10:15 pm IST)