Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દેશમાં કોરોનાની વધતી ઝડપ : આજે સૌથી વધુ 169 નવા કેસ :કુલ કેસનો આંકડો 1302એ પહોંચ્યો

નવી દિલ્હી : દેશમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે એક દિવસમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે અને દેશમાં કુલ કેસની સંખ્યા 1300ને પાર પહોંચી છે
         છેલ્લા ચાર દિવસની કોરોનાની ગતિવિધિ જોઈએ તો ૨૭ માર્ચે 151 કેસો નોંધાયેલ હતા જયારે

         ૨૮ માર્ચે 143 કેસો અને  ૨૯ માર્ચે 110 કેસ નોંધાય હતા જ્યારે આજે 30 માર્ચે રાત્રે 10 સુધીમાં 169 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસો તેરસોએ પહોંચ્યા છે, જે આંક આજ સુધીનો સૌથી મોટો છે

(10:05 pm IST)