Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઉતરાખંડના ધારમુલામાં હજારો નેપાલી મજુર ફસાયા : નેપાલ સીમા નથી ખોલી રહ્યું

સીમા સુરક્ષા બલ અને સ્‍થાનિય લોકો ખાવાનો સામાન ઉપલબ્‍ધ કરાવી રહ્યા છે : ર-૩ દિવસથી ચાલીને ઘર જવા સીમા પર પહોંચ્‍યા મજુરો

નવી દિલ્‍હી : ઉતરાખંડના પિથૌરાગઢ અને આસપાસના વિસ્‍તારોમાં કામ કરવાવાળા ત્રણસોથી વધારે નેપાલી મજુરો ધારાચુલામાં નેપાલની સીમા પર ભેગા થયા છે. પણ નેપાલ સરકાર એમના માટે પોતાના દેશની સીમા નથી ખોલતી. આ મજુરો છેલ્લા ચાર દિવસથી અહીં ભેગા થયા છે. કોરોના વાયરસને કારણે સીમાઓ બંધ છે. મજુરો પોતાની સરકાર વિરૂધ્‍ધ પ્રદર્શન કરી રહ્યા છે.

બીજી તરફ ધારચુલાના મુખ્‍ય જિલ્લાધિકારીનો દાવો છે કે આ સ્‍થાનિય લોકોને પરત લાવવાની કોશિશો અને એમની મેડીકલ તપાસ પછી એમને કવારંટીનમાં મોકલવાની તૈયારીોઅ કરવામાં આવી રહી છે. તૈયારી પુરી થયા પછી પરત નેપાલમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવશે.

(9:14 pm IST)