Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

" સાવધાન " : વડાપ્રધાન રાહત ફંડ માટેની સાચી આઈડી " pmcares@sbi છે : લેભાગુ અને દેશદ્રોહી લોકોએ બનાવટી આઈડી pmcares@upi બનાવી : સાવચેત રહેવા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ચેતવણી

ન્યુદિલ્હી : કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે લોકોને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આર્થિક સહયોગ માટે અપીલ કરી છે.જે અંતર્ગત આ સત્કાર્યમાં સહભાગી થવા ઇચછુકો pmcares@sbi મારફત ડોનેશન આપી શકે છે.વડાપ્રધાનના એલાનને માન આપી અનેક લોકોએ કરોડો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે.
આ સંજોગોમાં લેભાગુ અને દેશદ્રોહી લોકોએ બનાવટી આઈડી બનાવી છે.જે pmcares@upi છે.તેથી આ આઈડી થી સાવચેત રહેવા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ટવીટરના માધ્યમ દ્વારા  લોકોને અપીલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:12 pm IST)