Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન દરમિયાન ગફલતમાં રહેશો તો ચૂકવવી પડશે બહુ મોટી કિંમત : કડક અમલને કારણે જ કોરોના વાઇરસ ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઓછી ઝડપે વધી રહી છે : ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો

ન્યુદિલ્હી : ભારતમાં કોરોના વાઇરસ ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધીમી ઝડપે વધારો થઇ રહ્યો છે.જે માટે લોકડાઉનની કડક અસર કારણભૂત છે.પરંતુ જો ગફલતમાં રહેશો અને લોકડાઉનનો પ્રમાણિકપણે અમલ નહીં કરો તો બહુ મોટી કિંમત ચૂકવવી પડશે
ઉલ્લેખનીય છે કે દેશમાં  કોરોના વાઇરસ ગ્રસ્ત લોકોનો આકડો 100 માંથી 1 હજાર સુધી પહોંચતા 12 દિવસ લાગ્યા છે.જે માટે 21 દિવસનું લોકડાઉન અને સોશિઅલ ડિસ્ટન્સ કારણભૂત છે.તેવું સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી લવ અગ્રવાલે જણાવ્યું છે.

(8:09 pm IST)