Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સિલિન્ડર પહોંચાડતા ડિલિવરી બોયને કંઇપણ થશે તો પ લાખ

કોરોનાના ખતરા વચ્ચે સરકારી કંપનીઓનો નિર્ણય : એલપીજી ડિલરના એવા તમામ કર્મચારીને સામેલ કરાશે જે ૨૫મી માર્ચથી તેમના પેરોલ પર છે : નિર્ણયનું સ્વાગત

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના વાયરસને લઇ લોકડાઉનના ગાળા દરમિયાન રૂરી ચીજવસ્તુઓનો પુરવઠો તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો યુદ્ધના ધોરણે થઇ રહ્યા છે. દેશભરમાં એલપીજી સિલિન્ડરોનો પુરવઠો પણ નિયમિતરીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. હવે સિલિન્ડરો પહોંચાડવાની જવાબદારી ધરાવનાર લોકો માટે સરકારી તેલ કંપનીઓ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલિયમ કંપનીઓ પાંચ લાખ રૂપિયા સુધી ડિલિવરી બોયને આપી શકે છે. લોકડાઉનમાં સિલિન્ડર પહોંચાડી રહેલા ડિલિવરી બોયને જો કંઇ થશે તો પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીએ આજે કહ્યું હતું કે, સરકારી કંપનીઓ આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ દ્વારા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

         આની હદમાં આવનાર એલપીજીના ડિલરના તમામ એવા કર્મચારી રહેશે જે ૨૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે તેના પેરોલ ઉપર આવી ચુક્યા છે. જો આમાથી કોઇ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામે છે તો તેમના જીવનસાથીને પાંચ લાખ રૂપિયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીઓના નિર્ણયનું પેટ્રોલિયમ અને કુદરતી ગેસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, સરકારી કંપનીઓ આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલે જે નિર્ણય કર્યો છે જેની હદમાં એલપીજી ડીલરના તમામ એવા કર્મચારી સામેલ થશે જે ૨૫મી માર્ચ ૨૦૨૦ને તેમના પેરોલ પર રહેશે. કોઇ વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમણમાં આવે છે અને મૃત્યુ પામે છે તો પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, કર્મચારીઓનું કલ્યાણ સર્વોપરી છે. તેમની સેવાઓની નોંધ લેવામાં આવી રહી છે. આનાથી સુરક્ષા જાળ વધુ મજબૂત થશે.

(7:46 pm IST)