Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

માઇગ્રન્ટ મજદુર માટે રાહત કેમ્પની શરૂઆત

મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાહત કેમ્પ શરૂ

મુંબઈ, તા.૩૦ : રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની સ્થિતિને સફળ બનાવવા એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હવે માઇગ્રન્ટ મજુરો માટે ૨૬૨ રાહત કેમ્પો રૂ કરવાનો નિર્ણય કર્યો છે જ્યાં તમામ મજુરોને ખાવાપીવાની વસ્તુઓ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આજે મુજબની જાહેરાત કરવામાં આવી હતી. ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત ગયા સપ્તાહમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહમાં માઇગ્રન્ટ વર્કરોની મોટા શહેરોમાંથી હિઝરત થઇ ચુકી છે.

       ઉતાવળમાં લોકો પોતાના ઘરે પહોંચવાના પ્રયાસો કરી ચુક્યા છે. બેરોજગાર થયેલા લોકો દ્વારા પોતાના ઘરે પહોંચવાના ઉતાવળમાં સમુહમાં હિઝરત કરી હતી. ઘણા લોકો ભુખ્યા પણ રહ્યા છે. હવે આવા લોકોને કોઇપણ પ્રકારની તકલીફ પડે તે માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. વિવિધ સરકારો દ્વારા રાહત કેમ્પ પણ ઉભા કરવામાં આવ્યા છે. રાહત કેમ્પોમાં અન્યત્ર વિસ્તારોમાંથી આવેલા મજુરોને રાખવામાં આવી રહ્યા છે જ્યાં તેમને રૂરી સુવિધાની સાથે સાથે તબીબી સારવાર પણ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેમને વધુ રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી શકે છે.

(7:45 pm IST)