Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બધી કંપનીઓના પ્રિપેઇડ રિચાર્જ વેલિડિટી વધી શકે

ટ્રાઇએ તમામ ટેલિકોમ કંપનીઓને સૂચના આપી : કોરોના સંકટ વચ્ચે લોકોને હાલ કોઇપણ પ્રકારની તકલીફ નહીં પડે તે માટે હુકમ : પ્રિપેઇડ ગ્રાહક સંખ્યા ૮૦ કરોડ

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે દેશમાં ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે. હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને પોતાના પ્રિપેઇડ રિચાર્જની વેલિડિટી વધારવા માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાઇએ રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને સૂચના આપી છે કે, તેઓ પોતાના પ્રિપેઇડ પેકની કાયદેસરતાને વધારી દે. કારણ કે, લોકડાઉનની વચ્ચે પ્રિપેઇડ યુઝર્સને કોઇપણ અડચણ વગર વોઇસ અને ડેટા સર્વિસ મળતી રહે તે રૂરી છે. ૨૯મી માર્ચના દિવસે ટેલિકોમ કંપનીઓને લખેલા એક પત્રમાં મુજબની વાત કરવામાં આવી છે. નિયામક સંસ્થાએ ટેલિકોમ કંપનીઓને તમામ રૂરી પગલા લેવા સૂચના આપી છે.

        આ પત્રમાં તમામ પ્રિપેઇડ ગ્રાહકોના વેલિડિટી ગાળાને વધારી દેવા માટે કહેવામાં આવ્યું છે. લોકડાઉનની વચ્ચે સર્વિસનો કોઇપણ અડચણવગર લાભ લઇ શકે તે માટે મુજબની સૂચના આપવામાં આવી છે. ટેલિકોમ કંપનીઓની ગતિવિધિ ઉપર નજર રાખનાર સંસ્થાએ કહ્યું છે કે, પ્રિપેઇડ ગ્રાહકોને કોઇપણ અડચણ વગર ટેલિકોમ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા રહેલી છે. આના પર લેવામાં આવનાર નિર્ણયની માહિતી આપવામાં આવશે. ટ્રાઇએ નોટિફિકેશન જારી કરીને કહ્યું છે કે, ટેલિ કોમ્યુનિકેશન સર્વિસને રૂરી સેવામાં ગણવામાં આવે છે જેથી તેને બંધ કરવામાં આવી રહી નથી. લોકડાઉનના પરિણામ સ્વરુપે લોકેશનમાં કસ્ટમર સર્વિસ સેન્ટર અને પોઇન્ટ ખુબ ખરાબરીતે પ્રભાવિત થયા છે. ટેલિકોમ કંપનીઓના ૯૦ ટકા ગ્રાહકો પ્રિપેઇડ યુઝર્સ છે.

        આની સંખ્યા ૮૦ કરોડ રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. હજુ સુધી દેશમાં ૧૦૦૦થી વધુ કેસો થઇ ચુક્યા છે. ૨૯ના મોત પણ થઇ ચુક્યા છે. દેશમાં કોરોનાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધારે શિકાર થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના માટે એક પછી એક રાહતના પગલા લેવાઈ રહ્યા છે. આના ભાગરુપે હવે તમામ કંપનીઓના પ્રિપેઇડ રિચાર્જની વેલિડિટી વધારી દેવા માટે સૂચના આપવામાં આવી છે. ટૂંકમાં આની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. કોરોના વાયરસના કારણે લોકો ભારે મુશ્કેલરુપ સ્થિતિમાં મુકાઈ ગયા છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા પહેલાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં હવે ટેલિકોમ કંપનીઓને પણ રાહત આપવા માટે સૂચના અપાઈ છે.

(7:43 pm IST)