Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના : કેસોની ગતિ પર બ્રેક મુકવામાં સફળતા....

૧૦૦થી ૧૦૦૦ કેસ ૧૨ દિવસમાં

નવીદિલ્હી, તા. ૩૦ : આરોગ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે, દેશમાં કોરોના વાયરસ ૧૦૦ કેસથી ૧૦૦૦ કેસ પહોંચવામાં ૧૨ દિવસ લાગ્યા છે જ્યારે બીજા દેશોમાં ૮૦૦૦ સુધીના કેસ ૧૨ દિવસમાં થયા છે. વિકસિત દેશ છે અને ત્યાની વસ્તી પણ ઓછી છે પરંતુ અમે કોરોનાને રોકવામાં સફળ રહ્યા છીએ. કારણ કે પ્રજા સહકાર આપી રહી છે. સાથે સાથે લોકડાઉનના નિયમ પણ યોગ્યરીતે પાળવામાં આવી રહ્યા છે. સામાજિક અંતર દેખાઈ આવે છે.

(7:42 pm IST)