Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકો જ્યાં છે ત્યાં જ રહે તે જરૂરી : કેસીઆરનું સુચન

તમામ લોકોની વ્યવસ્થા કરાશે જ : કેસીઆર : કેસીઆર પાસેથી શીખવા કેજરીવાલને લોકોનો અનુરોધ

હૈદરાબાદ, તા. ૩૦ : તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કોરોના કારણે હચમચી ઉઠેલા મજદુરોને વિશ્વાસ અપાવતા કહ્યું છે કે, તેમના માટે બનતા તમામ પ્રયાસ થઇ રહ્યા છે. લોકો જ્યાં રોકાયેલા છે ત્યાં રહે તે રૂરી છે. કેસીઆરે હિન્દીમાં નિવેદન જારી કરીને મુજબની વાત કરી છે. લોકોએ કહ્યું છે કે, તમામ લોકો અમારા ભાઈ-બહેન છે. પુત્ર-પુત્રીઓ છે. તમામ માટે ખાવા-પીવા, રહેવા અને મેડિકલની વ્યવસ્થા થઇ રહી છે. કોઇ જગ્યાએ જવાની રૂ નથી. નિવેદન બાદ સોશિયલ મિડિયા ઉપર કેસીઆરની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.

       કેટલાક લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આનાથી બોધપાઠ લેવા અપીલ કરી છે. કેસીઆરે કહ્યું છે કે, લોકો કોઇપણ રાજ્યના હોય ભારતના કોઇપણ હિસ્સાના હોય. તમામ લોકો અમારા ભાઈ-બહેન અને પુત્ર-પુત્રીઓ તરીકે છે. તમામની દેખરેખ કરવાની જવાબદારી અમારી રહેલી છે. ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. રેશનિંગ સપ્લાયનો પુરવઠો પણ જારી રાખવામાં આવી રહ્યો છે. દવાની તકલીફ પણ પડશે નહીં. કોઇ જગ્યાએ હલનચલન કરવાની રૂ હાલમાં ઘાતક સાબિત થઇ શકે છે.

(7:41 pm IST)