Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન યોગ્ય દિશામાં છે અને કોરોનાની વિરૂદ્ધ સફળતા મળશે

લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ જરૂરી પુરવઠો સંતોષજનક રહ્યો : દેશમાં કોરોના વાયરસ હાલમાં લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજ પર છે : કોમ્યુનિટી સ્ટેજ પર નથી : તમામ માર્ગદર્શિકા પાળવામાં આવે તે જરૂરી : મોદી સરકાર

નવીદિલ્હી, તા.૩૦ : ભારતમાં કોરોના ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે સંભવિત તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કાની રૂઆતના અહેવાલને આરોગ્ય મંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, ભારતમાં કોરોના ઇન્ફેક્શનનો લોકલ ટ્રાન્સમિશન તબક્કો ચાલી રહ્યો છે. કોમ્યુનિટી તબક્કો ચાલી રહ્યો નથી. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં સ્થિતિ છે કે, જો અમે કોઇ સરકારી દસ્તાવેજમાં કોમ્યુનિટી શબ્દ લખીએ છીએ તો તેનો અર્થ કાઢી લેવામાં આવે છે. અમે લિમિટેડ કોન્ટેસ્ટમાં એક જગ્યાએ કોમ્યુનિટી શબ્દનો ઉપયોગ કર્યો છે પરંતુ તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે, ભારત હાલમાં લિમિટેડ ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે.

         જો અમને લાગે છે કે અમે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં જઇ રહ્યા છીએ તો અમે ફરી પ્રજાને અપીલ કરવા માંગીએ છીએ કે, અમને વધારે સતર્ક રહેવાની રૂ છે પરંતુ હજુ સુધી સ્થિતિ આવી નથી. લોકડાઉનની સ્થિતિ વચ્ચે જે પણ માર્ગદર્શિકા છે તેને પાળવામાં આવે તે ખુબ રૂરી છે. ભારતમાં કોરોનાના કેસોને રોકવા માટે એક પછી એક કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. બીજા દેશોમાં ઇન્ફેક્શનના કેસો ૮૦૦૦ સુધી થયા છે ત્યારે અમે તેને અંકુશમાં લેવામાં સફળ રહ્યા છીએ. કારણ કે, પ્રજાનો સહકાર મળી રહ્યો છે. સાથે સાથે સરકારે અનેક પગલાઓ પણ લીધા છે. અમે સામાજિક અંતરના નિયમ અને લોકડાઉનના પ્રયોગને યોગ્યરીતે અમલી કરી રહ્યા છે. ગૃહમંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોરોના હાલમાં દેશમાં લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે.

        જો કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં પહોંચ્યુ છે તો વધારે સાવચેતી રૂરી બની છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ દેશના લોકોને કહેવા માંગે છે કે, અમે જે પણ પરિણામ મેળવી રહ્યા છે તે પરિણામ ફરીથી શૂન્ય થઇ શકે છે. જો માર્ગદર્શિકા મુજબ આગળ વધીશું નહીં તો પરિણામ મળશે નહીં. હાલમાં નિયમોને કઠોરરીતે પાળવાનો સમય રહેલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દુનિયાના બીજા દેશોમાં એક વ્યક્તિના લીધે સેંકડો લોકો ઇન્ફેક્શનગ્રસ્ત થયા છે. એટલું નહીં એક અસરગ્રસ્ત વ્યક્તિની લાપરવાહીથી સમગ્ર દેશમાં મહામારી ફેલાઈ ચુકી છે. અમને પ્રકારની સ્થિતિ ઉભી થાય તે પ્રકારની દિશામાં પગલા લેવાની રૂ છે. ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, રાજ્ય સરકારોની સાથે મળીને લોકડાઉન ઉપર નજર રાખવામાં આવી રહી છે. તમામ રાજ્યોમાં લોકડાઉનનું પાલન થઇ રહ્યું છે.

       રૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ સંતોષજનક છે. જ્યાં પણ સમસ્યા આવી રહી છે ત્યાં કન્ટ્રોલ રુમ મારફતે પૂર્ણ કરવામાં આવી રહી છે. આઇસીએમઆરના ડોક્ટર આર ગંગા કેતકરે કહ્યું છે કે, દેશમાં હજુ સુધી ૩૮૪૪૨ લોકોની કોરોના ચકાસણી થઇ છે. રવિવારના દિવસે ૩૫૦૦ કેસોની તપાસ થઇ હતી. ૪૭ પ્રાઇવેટ લેબે ત્રણ દિવસમાં ૧૩૩૪ કેસની તપાસ કરી છે. સરેરાશ પ્રાઇવેટ લેબમાં ૪૫૦ લોકોની તપાસ થઇ રહી છે. કોરોના વાયરસને લઇને વ્યાપક દહેશત છે.

(7:40 pm IST)