Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વિશ્વમાં સદીઓથી મહામારી વિનાશ સર્જી રહી છેઃ લાખોનો ભોગ લીધો છે

૨૦નો આંકડો અનલકકી?: દર ૧૦૦ વર્ષે મહામારી ઉપજે છે

દર ૧૦૦ વર્ષે પુરી દુનિયામાં એક મોટી મહામારીનો હુમલો થાય છે. જેવી રીતે હાલ કોરોના વાયરસ ફેલાયેલ છે. મહામારી ફેલાતી જાય છે. લોકોની મોત થતી રહે છે. દર ૧૦૦ વર્ષે મનુષ્યએ નવી મહામારીની દવા શોધવી પડે છે. એવામાં છેલ્લા ૪૦૦ વર્ષ થઇ રહ્યું છે.

૧૭૨૦-પ્લેગ

૧૭૨૦માં  પુરી દુનિયામાં પ્લેગ ફેલાયો હતો. જેને ગ્રેટ પ્લેગ ઓફ માર્સીલ કહેવાય છે. માર્સીલ ફ્રાન્સનું એક શહેર છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કલાકાર મિશેલ સેરેની બનાવેલ પેઇન્ટિંગમ એમાં તેમણે બતાવવાનો પ્રયાસ કર્યો છે કેવી રીતે પ્લેગે કેટલા લોકોને માર્યા હતા. માર્સીલમાં ફેલાયેલ પ્લેગના કારણે ૧ લાખ લોકોની મોત થઇ હતી. પ્લેગ ફેલાવાના થોડા જ મહિનોમા ૫૦ હજાર લોકોના મોત થયા હતા. બીજા ૫૦ હજાર લોકોની આગલા બે વર્ષમાં મોત થઇ.

૧૮૨૦-કોલેરા

એના ૧૦૦ વર્ષ પછી ૧૮૨૦માં એશિયાઈ દેશોમાં કોલેરાની મહામારીએ રૂપ લીધું. આ મહામારીએ જાપાન, ફારસના ખાદી દેશ, ભારત, બેન્કોક, મનીલા, જાવા, ઓમાન, ચીન, મલેશિયા, સીરિયા વગેરે દેશોને પોતાની ચપેટમાં લીધામ કોલેરાના કારણે માત્ર જાવામાં જ ૧ લાખ લોકોની મોત થઇ. સૌથી વધુ મોત થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને ફિલીપીન્સમાં થઇ.

૧૯૨૦-સ્પેનિસ ફ્લુ

એના ૧૦૦ વર્ષ પછી સ્વાઈન ફ્લુ ફેલાયો. આમતો આ ૧૯૧૮માં જ ફેલાયો હતો, પરંતુ એની સૌથી વધુ અસર ૧૯૨૦માં જોવા મળી કહેવાય છે કે આ ફલૂના કારણે દુનિયા ભરમાં ૧.૭૦ કરોડથી ૫ કરોડ લોકો વચ્ચે લોકોના મોત થયા હતા

૨૦૨૦-કોરોના વાયરસ

૨૦૨૦માં ચીનથી શરૂઆત થઇ કોરોના વાયરસની. હવે આ બીમારીએ દુનિયાભરના ૨૦૦  દેશોના લગભગ સવા સાત લાખ લોકોને સંક્રમિત કર્યા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ૩૪ હજાર લોકોના મોત થયા છે. વૈજ્ઞાનિકએ ત્યાં સુધીમાં પણ  દાવો કર્યો છે કે આ વાયરસ વર્ષના અંત સુધીમાં પણ નહિ ખતમ થાય.

(3:51 pm IST)