Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આઠ દિવસથી એક પણ ઘરાક નથી : કામાઠીપુરાના સેકસ વર્કર્સ PM મોદી પાસે મદદ માગે છે

મુંબઈ તા. ૩૦ : કોરોના વાઇરસના રોગયાળાને કારણે થાણે જિલ્લાના ભિવંડી શહેરના હનુમાન ટેકડી વિસ્તારમાં રહેતી ૩૦૦ જેટલી સેકસ વર્કર્સ ધંધો બંધ કર્યાના અને એમને વિવિધ સામાજિક સંસ્થાઓ સહાય કરતી હોવાના સમાચાર હજી તાજા છે, એવામાં મધ્ય મુંબઈના કામાઠીપુરાની દયાજનક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની પાસેના વિસ્તારમાં છેલ્લા આઠ-દસ દિવસથી એકપણ ઘરાક વગર આર્થિક અનિશ્ચિતતામાં પડેલી સેકસ વર્કર્સ અત્યારે સૂની ગલીઓ નિહાળે છે અને કયારેક સાથે બેસીને પત્તાં રમવા, એકબીજાના માથામાંથી ધોળા વાળ કાઢવા જેવી પ્રવૃત્તિઓ કરીને સમય પસાર કરે છે. એ લોકો બેકારીમાં જેમ મજૂરો તથા સમાજના અન્ય ગરીબ-જરૂરિયાતમંદ વર્ગોને સહાય કરવામાં આવે છે એ પ્રમાણે સહાયની માગણી વડા પ્રધાનને પહોંચાડવાની વિનંતી એમના વિરતારમાં કવરેજ માટે જતા પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને કરતા રહે છે.

ક્રમાઠીપુરાની દસમી ગલીમાં પચીસેક વર્ષથી ધંધો કરતી સોની નામની ૪૯ વર્ષની નેપાળી સેકસ વર્કરે કહ્યું હતું કે પૂરા જિંદગી ઇંધર નિકાલા, ઇતના બમ ફટા, અટેક હુઆ, કિતના બિમારી આયા, લેંકેન એસા હાલત કભી નહીં થા. એસે જયાદા દિતત હુઆ તો હમારા કયા હોગા?

(3:48 pm IST)