Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મહારાષ્ટ્રના મુંબઈના ચાર તબીબોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ

મુંબઇ, તા.૩૦: દેશભરમાં જયાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં જેમના નોવેલ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે એવા ૧૦૮ દર્દીઓમાંથી ચાર ડોકટર છે એમને પોતાની ફરજ બજાવતી વખતે કોરોનાનું ઈન્ફેકશન લાગ્યું હતું. મૃત્યુ પામેલા ચાર દર્દીઓમાં ૮૫ વર્ષના એક નિવૃત્ત્। યુરોલોજિસ્ટનો પણ સમાવેશ હતો.

અત્રે નોંધવું જોઈએ કે આવી મહામારીમાં તબીબી સાથે સંકળાયેલા લોકો પર સૌથી મોટું જોખમ હોય છે. છેલ્લા થોડા મહિનામાં ચીન અને ઈટાલીના અનેક ડોકટરોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે સ્વાભાવિક પણ મુંબઈની ડોકટરો ચિંતામાં ડૂબી ગયા છે.અમારા પૈકીના ઘણા ડોકટરો સરકારને મદદ કરવા તત્પર છે પરંતુ પ્રાઈવેટ ડોકટરો નો પબ્લિક હેલ્થ સિસ્ટમમાં ઉપયોગ કરવાની એક પદ્ઘતિસરની રીત હોવી જોઈએ, એમ કલશના ડો.જિજ્ઞેશ ઠક્કરે જણાવ્યું હતું.

 તમામ સરકારી ડોકટરોની રજા રદ કરી દેવાઈ છે અને ખાનગી ડોકટરોએ પણ સેવા કાર્યમાં જોડાવાની તૈયારી બતાવી છે. બીએમસીએ મદદ માટે અપીલ કરી એના ૨૪ કલાકમાં જ ૭૫ પ્રાઈવેટ ડોકટરોએ પોઝિટીવ પ્રતિસાદ આપ્યો હતો. બીએમસીએ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) પાસે બીજા ૧૫૦ ડોકટરોનું લિસ્ટ મંગાવ્યું છે.

સેવા કાર્યમાં જોડાવા માગતા એક ડોકટર દ્વિધામાં છે. જેનો ઉપયોગ માત્ર દર્દીઓની સારવાર કરતા મેડીકલ સ્ટાફે કરવો જોઈએ એવા તમામ માસ્ક અને સેનિટાઈઝર્સ આમ આદમીઓએ ખરીદી લીધા છે. એટલે ડોકટરો માટે પ્રોટેકટીસ ઈકિવપમેન્ટ જેવું કાંઈ બચ્યું નથી. એવી વ્યથા એમણે ઠાલવી હતી.

મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રમુખ લડો. શિવકુમાર ઉત્તુરેે પણ એમાં સુર પુરાવતા કહ્યું હતું કે 'તબીબી સુરક્ષાના સાધનોની મોટા પાયે ખરીદીને લીધે ડોકટરો લાચાર બની ગયા છે. લોકોમાં એવો મત પ્રવર્તે છે કે સરકારે ડોકટરોને મિનીમમ સુરક્ષા સાધનો પુરા પાડવા જોઈએ. એક સિનીયર સર્જને કહ્યું હતું કે ડોકટરોને પણ મા-બાપ, પત્ની અને બાળકો હોય છે. એમના કુટુંબોને પણ એમની ચિંતા થાય છે. જો ડોકટરો પોતે જ સુરક્ષિત નહિ હોય તો તેઓ દર્દીઓને કંઈ રીતે સુરક્ષિત રાખી શકશે? એવો સૂચક પ્રશ્ન એક યુવાન ડોકટરે કર્યો હતો.

(3:44 pm IST)