Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાહત પેકેજો બેઅસરઃ શેરબજારને કોરોનાનો વધુ પ્રહારઃ સેન્સેકસ ૧૧૦૦થી વધુ પોઈન્ટ તૂટયોઃ રૂપિયો ૭૫.૩૪

મુંબઈઃ કોરોનાને કારણે શેરબજારથી લઈને ક્રૂડમાં ઘટાડાનું વલણ ચાલુ છેઃ સરકારે જાહેર કરેલા બે પેકેજ પણ શેરબજારને રાહત આપી શકયા નથીઃ આજે પણ સેન્સેકસ ૧૧૦૦થી વધુ પોઈન્ટ તૂટયો છે અને ૨૯૦૦૦ની અંદર પહોંચી ગયો છેઃ બપોરે ૨.૧૫ કલાકે સેન્સેકસ ૧૦૨૯ પોઈન્ટ ઘટીને ૨૮૭૮૫ અને નિફટી ૨૭૦ પોઈન્ટ ઘટીને ૮૩૮૯ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૫.૩૪ ઉપર છેઃ બજાર ઉપર કોરોનાનો ડર છવાયેલો છે કારણ કે કેસ વધી રહ્યા છેઃ આજે ઈન્ડસ બેન્ક, બજાજ ફાય., ઓએનજીસી અને વેદાંતા તૂટયા હતાઃ આ ઉપરાંત ટીસીએસ, નેસ્લે, એચસીએલ, એકસીસ, વિપ્રો, એનટીપીસીના ભાવ યથાવત રહ્યા છેઃ બેન્ક, મેટલ, ફાર્મા, આઈટી, રીયલ્ટી, ઓટો, મીડીયા, એફએમસીજી, પીએસયુ બેન્કના શેર તૂટયા છે

(3:42 pm IST)