Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

છેલ્લા 50 વર્ષથી પ્રસિદ્ધ થતા વર્તમાનપત્ર " ઇન્ડિયા એબ્રોડ " ની પ્રિન્ટ આવૃત્તિ બંધ : અમેરિકામાં 1970 ની સાલથી ઇન્ડિયન અમેરિકન નાગરિકોમાં ખુબ જ લોકપ્રિય સામયિક બંધ થતા વાંચકોને આંચકો

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં 1970 ની સાલમાં ઇન્ડિયન અમેરિકન ગોપાલ રાજુએ  શરૂ કરેલું  ઇન્ડિયા એબ્રોડ સાપ્તાહિક વર્તમાન પત્ર સ્થાનિક ભારતીયોમાં ખુબ લોકપ્રિય હતું.જેની પ્રિન્ટ આવૃત્તિ હવે બંધ કરી દેવાતાં તેના લાખો વાચકોને આંચકો લાગ્યો છે.

2001 ની સાલમાં આ વર્તમાન પત્ર ગોપાલ રાજુએ રેડીફ ડોટ કોમ ને વેચી નાખ્યું  હતું.જે 2016ની સાલમાં 8 કે માઇલ્સ મીડિયા ઇન્ક એ ખરીદ્યું હતું જેના વર્તમાન ચેરમેન સુરેશ વેંકટાચારીએ આ વર્તમાનપત્રની પ્રિન્ટ આવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરતા તેના લાખો વાચકો નિરાશ થઇ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:14 pm IST)