Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વિડીયો : ગાંધીગીરી : લોકડાઉનમાં રખડપટ્ટી કરનારની પોલીસે ઉતારી આરતી :' આઈએ આપ કા ઈન્તેઝાર થા' ગીત પણ જોડી દીધુ

વિડિયો ટવિટર પર શેર થયા બાદ સાઢા ત્રણ લાખ લોકો તેને 24 કલાકમાં જોઈ ચુક્યા

નવી દિલ્હી : દેશમાં સતત અપીલ પછી પણ લોકડાઉન તોડીને લોકો નીકળી રહ્યા છે અને પોલીસ તેમને જાત જાતની સજા કરી રહી છે.

પોલીસની લાઠી તો ચાલી જ રહી છે પણ ઘણી જગ્યાએ પોલીસની આશ્ચર્યજનક સજાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વિડિયોમાં લોકડાઉન તોડનારા યુવાનની મહિલા પોલીસ આરતી ઉતારી રહેલી નજરે પડે છે.

આ વિડિયો વાયરલ થયો છે અને કોઈએ બેકગ્રાઉન્ડમાં વિજયપથ ફિલ્મનુ ...આઈએ આપ કા ઈન્તેઝાર થા...ગાયન પણ જોડી દીધુ હોવાથી લોકો તેની બરાબર મજા લઈ રહ્યા છે.

આ વિડિયો ટવિટર પર શેર થયા બાદ સાઢા ત્રણ લાખ લોકો તેને 24 કલાકમાં જોઈ ચુક્યા છે

(5:38 pm IST)