Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

" કોરોના વાઇરસનો મતલબ મોત નહીં " : 80 ટકા લોકોને હોસ્પિટલમાં જવું પડતું નથી : ઘેરબેઠા જ સાજા થઇ જાય છે

ન્યુદિલ્હી : કોરોના વાઇરસનું નામ પડતા જ હવે મોત થઇ જશે તેવો ફફડાટ રાખતા લોકો માટે આશ્વાસનરૂપ સમાચાર છે.જે મુજબ મોટા ભાગના એટલેકે 80 ટકા જેટલા દર્દીઓને કોરોના વાઇરસ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલમાં જવાની જરૂર પડતી નથી આ દર્દીઓ ઘેરબેઠા સાજા થઇ જાય છે.માત્ર 20 ટકા જેટલા લોકો જ કે જેમને શરદી ,તાવ ,કે ફ્લૂના લક્ષણો જણાય તેઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.તેમજ આ વાઇરસથી મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ 5 ટકાથી વધુ નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)