Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે લડત : મુળીના દેવપરા ગામની 100 વર્ષીય વૃદ્ધાએ પ્રધાનમંત્રી રાહતનિધિમાં આપ્યું ફંડ

100 વર્ષના વૃદ્ધા જડીબેન રબારીએ 100 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા

પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતાને દાન કરવા કરેલી અપીલ બાદ રાહત ફંડમાં લોકો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

 સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોરોનાની મહામારી સામે રાહત કામગીરી માટે સહાયરૂપે આપ્યાં છે.

દેવપરા ગામના 100 વર્ષના વૃદ્ધા જડીબેન રબારીએ 100 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવીને અન્ય લોકોને પણ ફંડમાં દાનમાં કરવા અપીલ કરી છે. 100 વર્ષના વૃદ્ધા જડીબેને કહ્યું કે અન્યને પણ શક્તિ મુજબ ફાળો આપવા અપીલ કરી છે.

(1:37 pm IST)