Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ વચ્ચે " ગુડ ન્યુઝ " : 100 દર્દીઓની સારવાર સફળ : હોસ્પિટલમાંથી રજા : કુલ 1071 કેસ પૈકી 29 ના મોત

ન્યુદિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ વચ્ચે ગુડ ન્યુઝ પણ આવ્યા છે.જે મુજબ 100 દર્દીઓની સારવાર સફળ નીવડતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.અત્યાર સુધીમાં કુલ 1071 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.જે પૈકી 29 ના મોત થયા છે.જેની સરખામણીમાં સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણાથી પણ વધુ જોવા મળી છે.તેમજ મૃત્યુ દર અંદાજે 3 ટકા જેટલો જોવા મળ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)