Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ટ્રમ્પની જીદ ભારે પડવાના એંધાણ : ૨૪ કલાકમાં ન્યુયોર્કમાં ૯૬૫ લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી : ઘાતક હથિયારો અને મજબુત અર્થવ્યવસ્થાના દમ પર આખી દુનિયામાં ઘૌંસ જમાવનાર અમેરિકા પણ કોવિડ-૧૯ આગળ ઘૂંટણિયે પડ્યું હોય તેવું જણાય છે. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૩૪,૦૦૦ને  પાર કરી ગઈ છે. ન્યૂયોર્કની સ્થિતિ સૌથી ખરાબ છે અને આંકડા ડરામણા છે.  ન્યૂયોર્કમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૫ લોકોના મોત થયા છે. આ અગાઉ શનિવારે ૭૨૮ લોકો મૃત્યુ પામ્યા હતાં. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કૂમોએ આ જાણકારી આપી હતી. ટ્રમ્પ સરકારની તમામ કોશિશો છતાં કોરોના કાબુમાં નથી. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અમેરિકા કોરોનાથી દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ચૂકયો છે. જયાં દોઢ લાખે આંકડો પહોંચવા દોડી રહ્યો છે.

આ મેડિકલ પડકાર સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાવ બેબસ જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેકશન ડિસિઝ (ફત્ખ્ત્ઝ્ર)ના ડાઈરેકટરે જે અનુમાન કર્યુ છે તેનાથી જાણવા મળે છે કે કોરોના વાયરસ ટ્રમ્પ સરકારની હાલત હજુ વધુ ખરાબ કરશે.

NIAIDના ડાઈરેકટર ડો.એન્થની ફૌસીનું અનુમાન ખુબ જ ડરામણું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અણેરિકામાં લાખો લોકો કોવિડ-૧૯ના ભરડામાં આવશે. આ વાયરસ એક લાખથી વધુ લોકોના મોતનું કારણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ શહેરમાં સંક્રમણના હજારો કેસ સામે આવી ચૂકયા છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સુધી ન્યૂયોર્કને કવોરન્ટીન કરવાનો નિર્ણય લીધો નથી. ટ્રમ્પ આ મામલે પોતાન જીદ પર અડી ગયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને લાગે છે કે ન્યૂયોર્કને હજુ કવોરન્ટાઈન કરવાની જરૂર નથી. ટ્રમ્પે કોરોના સંકટથી અમેરિકાને બહાર કાઢવા માટે ૨.૨ ટ્રિલિયન ડોલરના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે.

(12:54 pm IST)