Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હવે ૧૫ દિવસના અંતરે રસોઇ ગેસનું બુકીંગ કરાવી શકાશે

નવી દિલ્હી તા. ૩૦ :  સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકોને પેનિક બુકીંગ નહીં કરવાની અપીલ કરી છે. કંપનીએ કહ્યું છે કે હવે ૧૫ દિવસની અંદર પર જ રસોઈ ગેસની બુકીંગ કરવામાં આવી રહી છે.

આઈઓસીના અધ્યક્ષ સંજીવ સિંહે એક વીડિયોમાં કહ્યું છે કે દેશમાં રસોઈ ગેસની કોઈ અછત નથી. ખાસકરીને રસોઈગેસ માટે અપીલ કરું છું કે નિશ્ચિત રહો. એલપીજીની ઉત્પાદન સુચારૂ રૂપથી ચાલી રહી છે અને આગળ પણ ચાલશે. ગ્રાહકોને નિવેદન છે કે પેનિક બુકીંગ કરવામાં આવે નહી. તેનથી સિસ્ટમ પર બિનજરૂરીયાત દબાણ રહેશે. અમે એ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે કે ઓછા માંઓછા પંદર દીવસના અંતરે ગ્રાહક રીફીલ બુકીંગ કરાવી શકશે નહી.

(11:30 am IST)