Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ચીનના લોકો જ સનસનાટી મચાવે છે

ચીનના વુહાનમાં ૪૨૦૦૦ના મોત થયા છે

બીજીંગ, તા. ૩૦ :. ચીનના વુહાનમાં રહેતા લોકોનો દાવો છે કે અમારા શહેરમાં કોરોનાથી ૪૨૦૦૦ લોકોના મોત થયા છે. જો કે ચીનની સરકાર કહે છે કે માત્ર ૩૩૦૦ લોકોના મોત થયા છે.

 

ડેઈલી મેઈલના એક રીપોર્ટ અનુસાર અનેક લોકો પોતાના ઘરોમાં તપાસ વગર મરી ગયા છે. એક મહિનાની અંદર જ ૨૮૦૦૦ શબોનો નિકાલ થયો છે. આ આંકડો ચીનની સરકારે આપેલા આંકડા કરતા ૧૦ ગણો વધુ છે.

વુહાનમાં રહેતા લોકોનું કહેવુ છે કે સ્મશાન ગૃહોમાંથી પરિવારજનોને રોજ ૫૦૦ અસ્થિ કળશ આપવામાં આવે છે. આવા ૭ સ્મશાન છે એટલે કે રોજ ૩૫૦૦ અસ્થિ કળશ અપાય છે. હંકોઉ, વુચાંગ અને હાન્યાંગમાં રહેતા મૃતકોના પરિવારજનોનું કહેવુ છે કે અમને અસ્થિ કળશ ૫ એપ્રિલ સુધી અપાશે. ડેઈલી મેઈલ કહે છે કે આનો અર્થ એ છે ૧૨ દિવસમાં ૪૨૦૦૦ લોકોને અસ્થિ કળશ અપાશે.(૨-૮)

(11:28 am IST)