Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાહતના સમાચાર...લોકડાઉન નહિ લંબાવાય

કેબીનેટ સચિવે અટકળો ઉપર મુકયુ પૂર્ણવિરામ

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોના વાયરસના વધતા પ્રસારને રોકવા માટે પીએમ મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. જો કે કેટલાક અહેવાલમાં એવુ જણાવાયુ છે કે લોકડાઉનની સમય સીમા વધશે. આ બાબતે આજે કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે હું આ પ્રકારના રીપોર્ટસને વાંચીને આશ્ચર્યચકિત છું. લોકડાઉન વધારવાની કોઈ યોજના નથી.

 

તેમના આ નિવેદનથી લોકડાઉન લંબાશે ? તેવી ભ્રમણામા રાચતા લોકોને રાહત પહોંચી છે. તેમણે કહ્યુ છે કે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી કે લોકડાઉન વધારવું. ૨૪મી માર્ચથી ૨૧ દિવસ માટે લોકડાઉનનું એલાન થયુ છે. જે ૧૪ એપ્રિલ સુધી ચાલશે. ૨૧ દિવસના લોકડાઉનથી હાલ સમગ્ર દેશ થંભી ગયો છે.(૨-૭)

 

(10:58 am IST)