Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઘર ખાલી કરવાનું કહેવા ઉપર ૪ લાખનો દંડ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે એક મહિલાને ૪ લાખ આપવાનો આદેશ આપ્યો છે. પૂર્વ હોર્ટિકલ્ચરિસ્ટ આ મહિલા પુસા સ્થિત ગેસ્ટ હાઉસમાં રહેતી હતી. કોરોનાના કારણે તેને ગેસ્ટ હાઉસ ખાલી કરવા જણાવાયુ હતુ. મહિલાનો ઘરેલુ હિંસાનો વિવાદ કોર્ટમાં પેન્ડીંગ છે. જસ્ટીસ ચંદ્રચુડની પીઠે આ આદેશ મહિલાને વ્યકિતગત રૂપે સાંભળ્યા બાદ આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે આ રકમ ૩૧ માર્ચ કે તે પહેલા આપવામાં આવે. જન સ્વાસ્થ્ય સંકટને જોતા સહાયતા જરૂરી છે. આ આદેશ તેના પૂર્વ પતિ મનમોહનને આપ્યો કે જેમનું મૃત્યુ થયુ છે, પરંતુ કેસ તેના વારસો લડતા હતા.

(10:25 am IST)