Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

૧લી એપ્રિલથી તમામને સ્પર્શતા બદલાશે ૧૦ નિયમો

રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલા છે નિયમો

નવી દિલ્હી, તા.૩૦: એક એપ્રિલ ૨૦૨૦થી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની સાથે સાથે ઘણા જરૂરી નિયમો બદલાઇ જવાના છે. ૧૦ એવા નિયમો બદલાઇ જવાના છે જે આપણા રોજીંદા જીવન સાથે સંકળાયેલા છે. એટલે જ તે તમારા પર પણ અસરકર્તા બનશે. તેમાં બેંકોના વિલયથી માંડીને જીએસટી રીટર્નના નિયમોમાં થનાર ફેરફારો સામેલ છે. આવો જાણીએ કે નવા નાણાંકીય વર્ષથી કયા કયા નિયમો બદલાવાના છે.

(૧) બેંકોનું મર્જરઃ ૧ એપ્રિલથી દેશની ૧૦ સરકારી બેંકોનું મર્જરી કરીને ચાર મોટી બેંકો બનાવાશે. આ દેશના નાણાંકીય () નું સૌથ મોટું મર્જર બનશે. (ર) નવો આવકવેરા કાયદોઃ ૧ એપ્રિલથી લાગુ થનાર નવા નિયમ હેઠળ કોઇ પણ પ્રકારની બચત વગર પણ કરદાતા છૂટ મેળવી શકશે. (૩) વિદેશ જવાનું મોંઘુઃ ૧ એપ્રિલથી સરકાર વિદેશ યાત્રાના કુલ પેકેજ પર ટીસીએસ લગાડશે. જે લગભગ પાંચ ટકા જેટલો ચુકવવો પડશે. (૪) નવું જીએસટી રિટર્ન ફોર્મઃ જીએસટી કાઉન્સીલની ૩૧મી બેઠકમાં નકકી થયા મુજબ ૧ એપ્રિલથી નવુ ફોર્મ આવશે જે બહુ સરળ હશે અને તેને ભરવુ સહેલું હશે. (પ) નવા વાહન નિયમમાં એક એપ્રિલથી દેશમાં ફકત બીએસ-૬ માપદંડ વાળા વાહનો જ વેચાશે. (૬) દવાઓના નિયમમાં સરકારે બધા મેડિકલ ઉપકરણોને ૧ એપ્રિલ ૨૦૨૦થી દવા તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. (૭) બીએસ-૬ પેટ્રોલ-ડીઝલઃ ૧ એપ્રિલથી દેશભરમાં બીએસ-૬ ગ્રેડના પેટ્રોલ-ડીઝલનો સપ્લાય શરૂ થઇ જશે. જો કે તેની કિંમત વધારે હશે. (૮) વધારે પેન્શન મળશેઃ ૧ એપ્રિલથી જે લોકો ર૬ સપ્ટેમ્બર ૨૦૦૮ પહેલા રીટાયર થયા હોય તેમને વધારે પેન્શન મળશે. (૯) નવા બેંચ માર્કના આધારે લોનઃ વધુ અને મધ્યમ ધંધાર્થીઓને નવા માપદંડ મુજબ લોન મળશે. તેના કારણે વ્યાજદર ઘટશે. (૧૦) મોબાઇલ ડેટા મોંઘોઃ મોબાઇલ કંપનીઓએ ૧ એપ્રિલથી મોબાઇલ ડેટા ચાર્જ વધારીને લઘુતમ ૩૫ રૂપિયા પ્રતિ જીબીની માંગણી કરી છે. જે હાલના દરો કરતા ૭ થી ૮ ગણા વધારે છે. જો સરકાર મંજૂરી આપશે તો ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો બનશે.

(10:25 am IST)