Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાનો ભય : અર્થતંત્ર ડૂબવાના ડરે જર્મનીના હેસે સ્ટેટના નાણામંત્રી થોમસ શાફરનો આપઘાત

અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત હતા

હેસે: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તેના લીધે ઘણા દેશોની અર્થવ્યવથાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જર્મનીમાં કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત થઇને હેસે રાજ્યના નાણામંત્રી મંત્રી થોમસ શાફરે આત્મહત્યા કરી લીધી.છે 

મળતી માહિતી અનુસાર થોમસ આ વાતથી ખૂબ પરેશાન હતા કે કોરોનાના લીધે તે બરબાદ થયેલી ઇકોનોમીને કેવી રીતે સુધારશે. હેસે રાજ્યના પ્રીમિયર વોલ્કરે રવિવારે થોમસના મોત વિશે જાણકારી આપી. હતી

થોમસ શાફર  છેલ્લા 10 વર્ષથી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે જવાબદારી સંભાળતા હતા 

(12:00 am IST)